Fire In Vapi:એક સાથે 10 ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આગનું કારણ અકબંધ | Abp Asmita
Fire In Vapi:એક સાથે 10 ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આગનું કારણ અકબંધ | Abp Asmita
વાપીના કરવડ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એક ગોડાઉનમાં શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુના 13 ગોડાઉનો સુધી ફેલાઈ ગઈ હતી. આગની જાણ થતાં જ વાપી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આગનું સ્વરૂપ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો, જેના પગલે આજુબાજુના વિસ્તારમાંથી 13થી વધુ ફાયર ફાઇટરની ટીમોને બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબू મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.



















