Gir Somnath | સૌરાષ્ટ્ર-કચ્છમાં જનતા નથી સ્વીકારતી 10ના સિક્કા પછી કલેક્ટરે કર્યું કંઈક આવું... Watch Video
ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ,ઉના, કોડીનાર,ગિરગઢડા, તાલાળા અને સુત્રાપાડા તાલુકામાં તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોમાં જે સરકારી ચલણ છે તેવા રૂપિયા 10 નાં સિક્કા અને રૂપિયા પાંચની નોટ ચાલતી નથી...! .કોઈપણ જગ્યાએ કોઈ ગ્રાહક ખરીદી કરવા જાય ત્યારે તે ગ્રાહક વેપારીને 10 નાં સિક્કા કે પાંચ રૂપિયાની નોટ વસ્તુની ખરીદીના બદલામાં આપે ત્યારે આ ચલણ કેટલાક વેપારીઓ સ્વીકારવાની ના પાડે છે.સામે પક્ષે કોઈ ગ્રાહક પણ માલ ખરીદ બાદ પરત ચુકવણી રકમમાં 10 નાં સિક્કા કે પાંચ રૂપિયાની નોટ સ્વીકારતો નથી.એક રાશનની દુકાને રાશન ખરીદવા આવેલા ગ્રાહકોને દુકાનદાર તેની વધતી રકમના બદલામાં 10નાં સિક્કા આપે છે ત્યારે ગ્રાહક એ સિક્કા લેવાનો ઈન્કાર કરે છે. જેને લઈને ખુદ કલેક્ટરે ટ્વિટર પર ચોખવટ કરવી પડી છે.





















