Gujarat Rain Forecast: આગામી ત્રણ દિવસ રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ભયંકર આગાહી
Gujarat Rain Forecast: આગામી ત્રણ દિવસ રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ભયંકર આગાહી
ગુજરાતમાં હજી પણ આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ રાત્રે 10 વાગ્યા સુધી હવામાન વિભાગ દ્વારા રાજકોટ, જામનગર, કચ્છ સહિત 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, કચ્છ, રાજકોટ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં વરસાદની શક્યતા છે.



















