Gujarat Rain News: છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Gujarat Rain News: છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 30 તાલુકામાં 24 કલાકમાં 1થી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડના પારડીમાં સવા પાંચ, તો કપરાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.
તે સિવાય ધરમપુરમાં સવા ચાર, ઉમરગામમાં ચાર, ખેરગામમાં ચાર ઈંચ, હાંસોટ અને ઓલપાડમાં પોણા ચાર ઈંચ, વઘઈ, વાલિયામાં સાડા ત્રણ- ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ, માંગરોળમાં અઢી, વલસાડ શહેરમાં અઢી ઈંચ, આહવા, સુબીર, કામરેજમાં બેથી અઢી ઈંચ, બારડોલી, અંકલેશ્વર, ચીખલીમાં વાંસદામાં દોઢથી બે ઈંચ, વ્યારા, સુરત શહેર, નેત્રંગમાં સવાથી દોઢ ઈંચ, ડેડિયાપાડા, પલસાણા, ગરબાડા, વાલોદ, સાગબારામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.




















