Gujarat Rain Forecast : રાજ્યમાં હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી
અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં સાત દિવસ છુટાછવાયા સ્થળોએ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. આજથી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આજે નવ જિલ્લા અને સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ.. તો આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તો સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને લઈને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે LCS-3 તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે DC-1 સિંગ્નલ જાહેર કરાયું છે.. પવનની ઝડપ વધુ રહેતા માછીમારોને પણ દરિયો ને ખેડવા સૂચના આપવામાં આવી છે..


















