Gir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું
ગીર સોમનાથના જિલ્લા પ્રશાસને શરૂ કરી છે ડિમોલીશનની કામગીરી... ત્યારે ગીર ગઢડા તાલુકાના જામવાળા અને ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું.... ગેરકાયદે રીતે 354 જેટલી દુકાનો ઉભી કરી દેવાઈ હતી... પ્રશાસને અગાઉ જ નોટિસ આપી દબાણો સ્વૈચ્છાએ તોડી પાડવા સૂચના આપી હતી... ત્યારે 200 જેટલા દબાણો તો સ્વૈચ્છિક તોડી પડાયા હતાં... જ્યારે બાકીના દોઢસોથી વધુ દબાણો પર આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફરી વળ્યું.... આ તરફ પ્રશાસન તરફથી હાથ ધરાયેલી ડિમોલીશનની કામગીરીના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તરફથી આવતીકાલે સજ્જડ બંધનું એલાન કર્યું છે..... ચેમ્બરનો આરોપ છે કે નડતરરૂપ ન હોય તેવા પણ દબાણો દૂર કરાઈ રહ્યા છે જે અયોગ્ય છે.




















