Mahisagar Weather :મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો, સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ
લુણાવાડા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું છે.. જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે.. અહીંયા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે.. વાતાવરણમાં પલટાને કારણે કેરીના પાકમાં નુકસાનની ભીતી સેવાઈ રહી છે..
મે મહિનો અંતિમ તબક્કામાં છે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠેર-ઠેર વરસાદ ખાબકી રહ્યો છે, ક્યાંક વાવાઝોડુ, પવન, આંધી વંટોળ છે તો ક્યાંક ભારે વરસાદે વાતાવરણ બગાડ્યુ છે, ખેડૂતો પણ ચિંતામાં ડુબ્યા છે, ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે 30 મે સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.





















