Vav By Poll 2024 : ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા માવજી પટેલે શું કર્યો હુંકાર?
Vav By Poll 2024 : ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા માવજી પટેલે શું કર્યો હુંકાર?
વાવ પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરતાં ભાજપે તેમની સામે પગલા લીધા છે અને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જોકે, માવજી પટેલે ફોર્મ ભરતાં જ ભાજપમાં નથી રહ્યો તેમ જણાવી દીધું હતું.
માવજી પટેલે ભાજપની ટિકટ ન આપતા વાવની બેઠક પર આક્ષેપ કર્યો છે. તેમણે અપક્ષ ઉમેદવારી કરતા ભાજપે પાર્ટીમાંથી હકાપટ્ટી કરી છે. અને અન્ય ચાર સભ્યોને પણ ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. ભાભર માર્કેટ યાર્ડના ચેરમેન દલમભાઈ પટેલ અને પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલને પણ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માવજી પટેલે આ અંગેની પ્રતિક્રિયા આપી હતી કે ભાજપમાં મને કોઈ મહત્વ નથી. તેમણે કહ્યું કે ભાજપમાં હું મારી જિંદગીમાં ક્યારેય નથી રહ્યો. જો તેમણે સસ્પેન્ડ કર્યો, તો મને લાગે છે કે સસ્પેન્ડ કરવું એ મંડેટને સસ્પેન્ડ કરવું છે. તાલુકા પ્રજાના મંડેટને સસ્પેન્ડ કરવું એ એક સવાલ છે.