Monsoon Entry News: ક્યારે થશે ચોામાસાની કેરળમાં એન્ટ્રી, જાણો શું છે હવામાન વિભાગની આગાહી?
ચોમાસાના આગમનને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે હવામાન વિભાગના મતે 27 મેએ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ શકે છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેર કરી છે કે મંગળવારે નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન અંદામાન-નિકોબાર, બંગાળના ઉપસાગરમાં થયું છે. ગુજરાતમાં 10 કે 11 જૂનની આસપાસ ચોમાસું પહોંચી શકે છે. ગુજરાતમાં ચાર દિવસ પહેલા ચોમાસાનું આગમન થાય તેવું અનુમાન છે.
સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું દર વર્ષે 18-22 મે સુધી અંદામાન-નિકોબારમાં પ્રવેશ કરે છે. જો કે હાલ એક કરતાં વધુ કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં હોવાથી ચોમાસું તેની કુદરતી પરંપરા કરતાં પાંચ દિવસ વહેલાં અંદામાન-નિકોબારમાં પહોંચ્યું છે અને 3થી ચાર દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણ હિસ્સામાં, માલદીવ, કોમોરીન વિસ્તાર, બંગાળના ઉપસાગરના વધુ વિસ્તાર, આખા અંદામાન -નિકોબારના સંપૂર્ણ ટાપુ વિસ્તારમાં પણ આગળ વધે તેવી શક્યતા છે.



















