Nadiad Latthakand: નડિયાદમાં લઠ્ઠાકાંડ!, દેશી દારુ પીધા બાદ ત્રણના મોત | Abp Asmita | 10-2-2025
Nadiad Latthakand: નડિયાદમાં લઠ્ઠાકાંડ!, દેશી દારુ પીધા બાદ ત્રણના મોત | Abp Asmita | 10-2-2025
ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની ગુંજ સંભળાઈ છે. નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ શંકાસ્પદ રીતે 3 ના મોતનો મામલો સામે આવ્યો છે. નડિયાદના જવાહરનગરમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત નિપજ્યા છે. એક સાથે ત્રણ લોકોના મોત થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ત્રણે મૃતદેહને હાલ નડિયાદ સિવિલમાં લાવવામાં આવ્યા છે. તો મૃતકના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે દેશીદારૂ પીધા બાદ મોત થયા છે. રેલવે ફાટક પાસેની ગલીમાં જઈને દારૂ પીધો હોવાનો પરિવારજનોનો દાવો છે.




















