Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડી
નવસારીના બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં ગરકાવ. ફાયર વિભાગે શરૂ કરી શોધખોળ.. ઘટનાની સીસીટીવીમાં કેદ.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરામાં વરસાદની શરૂઆતમાં જ એક દુખદ ઘટના સામે આવી છે. વખારિયા બંદર રોડ પર આ ઘટના બની છે. આ રોડ પર રહેતી ચાર વર્ષની બાળકી વરસાદી પાણીના ભરાવા વચ્ચે ખુલ્લી ગટરમાં પડતા લાપતા બની છે. પાલિકા ફાયર, સાથે પોલીસ સતત શાહીનની શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પ્રથમ વરસાદમાં જ પાલિકાની ગંભીર બેદરકારીને કારણે પાંચ વર્ષની માસુમ બાળકી ભોગ બની છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં સવારથી જોરદાર વરસાદ વરસતા નદી-નાળાઓમાં પાણી ભરાયા હતા. બીલીમોરાના વખારીયા રોડ પર આવેલા જીવનજ્યોત એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતી ચાર વર્ષની માસૂમ બાળકી લાપતા થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવી ચકાસતા પોતાના ઘર નજીક વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હોવાનું જોવા મળ્યું હતું. બાળકી ગટરમાં પડ્યા બાદ ધીમે ધીમે પાણીમાં ગરકાવ થતી જોવા મળી હતી.


















