Aravalli news: અરવલ્લીમાં દારૂની હેરાફેરી કરતા એક પોલીસ કર્મચારીની ધરપકડ
શામળાજી પોલીસે દારૂની હેરાફેરીના આરોપમાં શામળાજી પોલીસે કોન્સ્ટેબલની કરી ધરપકડ
અરવલ્લીમાં દારૂની હેરાફેરી કરતા એક પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પંકજ પરમાર નામનો કર્મચારી મૂળ બાયડના આમોદર ગામનો વતની છે.
અરવલ્લીમાં દારૂની હેરાફેરી કરતા એક પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પંકજ પરમાર નામનો કર્મચારી મૂળ બાયડના આમોદર ગામનો વતની છે. શામળાજી પોલીસે શંકાના આધારે તેની કાર અટકાવી. આ દરમિયાન કારમાં ગુપ્ત ખાનુ બનાવી તેણે દારૂનો જથ્થો સંતાડ્યો હતો. પોલીસે ચોરખાનામાંથી 1 લાખ 16 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. શામળાજી પોલીસે પંકજ પરમાર નામના કર્મચારી સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





















