Valsad Rain: વલસાડ જિલ્લામાં સતત બીજા નોરતે વરસાદ
વલસાડ જિલ્લામાં સતત બીજા નોરતે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત છે. વહેલી સવારથી જ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરશયો હતો. ભારે વરસાદને કારણે થોડી જ વારમાં વલસાડના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા .વલસાડની સાથે ધરમપુર કપરાડા પારડી ઉમરગામ અને વાપી તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. મહત્વપૂર્ણ છે કે પ્રથમ નોરતે પણ જિલ્લામાં વરસાદી માહોલ હતો કાલે દિવસ ભર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા રાત્રે પણ કેટલીક જગ્યાએ છૂટાછવાયા વરસાદને કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો પણ ચિંતામાં હતા. જોકે આજે સતત બીજા દિવસે પણ વહેલી સવારથી જ વરસાદને કારણે ગરબા આયોજકોમાં ચિંતા છે .હજુ આગામી સમયમાં પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.



















