Uproar over Amarnath Yatra registration : અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનના પહેલા દિવસે જ ધાંધિયા
રાજકોટમાં અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનને લઈને અરજદારોએ મચાવ્યો હોબાળો. યશ બેંક બહાર સોમવારે મોડી રાત્રે 12 વાગ્યાથી લાઈન લગાવીને ઉભેલા અરજદારોનું રજિસ્ટ્રેશન ન થતા મચાવ્યો હોબાલો. સિનિયર સિટિઝનનો લઈને મોટી સંખ્યામાં યુવાનો રજિસ્ટ્રેશન માટે બેંકની બહાર લાઈનો લગાવીને ઉભા છે. જોકે સર્વર બંધ હોવાથીધરમના ધક્કા થતા હોવાના આરોપ સાથે અરજદારોએ હોબાળો મચાવ્યો. બેંકના મેનેજરે અરજદારો સાથે બોલાચાલી કરી સાથે જ મીડિયા પણ કવરેજ કરતા રોક્યા..
સુરતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી. ભક્તો મોડી રાતથી જ રજિસ્ટ્રેશન માટે બેંકની બહાર કતારમાં ઉભા રહ્યા. પ્રતિ દિન 100 રજિસ્ટ્રેશન સામે માત્ર 25 જ રજિસ્ટ્રેશનની વાત કરાતા લોકોમાં રોષ ફેલાયો. બેંક તરફથી કહેવાયું કે સ્ટાફ ઓછો છે અને સર્વર પણ ડાઉન છે. રોષે ભરાઈ લોકોએ બેંક બહાર જ સૂત્રોચ્ચાર કર્યા. 3 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા. જે 9 ઓગસ્ટ સુધી ચાલશે. શ્રદ્ધાળુઓએ મેડિકલ ટેસ્ટની સાથે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.




















