Weather Forecast: 'આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ': હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ચોમાસું આવતા જ નબળું પડી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ્યા બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે. જોકે રાજ્યભરમાં ચોમાસાનો માહોલ જોવા મળશે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, ઉકળાટ અને બફારાનું પ્રમાણ 40થી 50 ટકા રહેશે. સાઈકલોનીક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે.
રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. ત્યારે આગામી છ દિવસ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં આગામી 48 કલાક તો રાજ્યભરમાં મન મૂકીને મેઘરાજા વરસશે.
આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસશે. સાથે જ દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.