Weather Updates: દેશના 20 રાજ્યોમાં આંધી તોફાનનું એલર્ટ, દિલ્હી-NCRમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
Weather Updates: દેશના 20 રાજ્યોમાં આંધી તોફાનનું એલર્ટ, દિલ્હી-NCRમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
આગામી 7 દિવસ 20 રાજ્યોમાં આંધી અને તોફાનનું એલર્ટ છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અને ઝારખંડ સહિતના રાજ્યોમાં તોફાની પવન ફૂંકાયો હતો. જેને પગલે હવે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હીટવેવની કોઈ શક્યતા નથી. રાજ્યના લોકોને આજથી કાળઝાળ ગરમીથી રાહત મળશે. પરંતું આગામી બે દિવસ ગુજરાતમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે.
હવામાન ખાતા દ્વારા દિલ્હી - NCR, ઓડિશા તેમજ જમ્મુ અને કાશ્મીરથી લઈને પૂર્વોત્તર ભારતનાં તમામ રાજ્યો અને દક્ષિણમાં કેરળ સહિત ૨૦ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જુદાજુદા સ્થળોએ આગામી ૭ દિવસ સુધી આંધી તોફાન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. કોઈ સ્થળે વીજળી પડી શકે છે.


















