કોરોના વાયરસ આ એક કારણે બની રહ્યો છે ઘાતક, વાયરસ શરીરમાં પ્રવેશ્યા બાદ આ રીતે ઘટાડે છે ઓક્સિજન લેવલ
કોરોનાના સંક્રમણમાં ફેફસા વધુ ડેમેજ થવાના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલ પડે છે અને કારણે જ કોરોનાની દર્દીના મૃત્યુની શક્યતા વધી જાય છે. તો સમજીએ કે વાયરસ શરીરમાં પ્રવશ્યા બાદ કેવી રીતે શ્વાસ લેવાના રસ્તાને બ્લોક કરી દે છે. એક્સપર્ટેના મત મુજબ કોરોના વાયરસની અસર સૌથી પહેલા ગળામાં જોવા મળે છે. અહીં તે વાયરસને વધારે છે. વારસની સંખ્યા વધવાથી ગળા અને છાતીમાં જાડો કફ જામવા લાગે છે. જેના કારણે શ્વાસ લેવાના જેટલા પણ રસ્તા છે તે બંધ થવા લાગે છે. જેના કારણે ઓક્સિજન અંદર નથી જઇ શકતું. આ મોટો કફ ત્રણ દિવસ સુધી ગળામાં રહે છે. તે ફેફસામાં પહોંચતા જ પરેશાની શરૂ થઇ જાય છે. વાયરસનું ડુપ્લીકેશન થતાં ફેફસામાં સંક્રમણ વધતા તે ફેફસા સહિત કિડની લિવરને પણ ડેમજ કરી શકે છે. તો વાયરસને વધુ ડેમેજ કરતા અટકાવવા માટે જરૂરી છે કે, ગળા પર તેનો એટેક થતાં જ તેનો ઇલાજ શરૂ કરી દેવામાં આવે. ગળામાં વાયરસ એટેક કરતા સૌથી પહેલા ગળામાં ખારાશ, ગળામાં દુખાવો અને સુકી ઉધરસ શરૂ થઇ જાય છો. જો આ લક્ષણ દેખાતા તરત ડોક્ટરન સલાહ લઇને તેનો ઇલાજ કરવામાં આવે તો કોરોના વાયરસથી થતી ગંભીર સ્થિતિથી બચી શકાય છે.