શોધખોળ કરો
ગુજરાતના મંત્રી પર ચલણી નોટોનો વરસાદ, કોરોના ભૂલી વરઘોડામાં ઝૂમ્યા લોકો
મહેસાણાના વિસનગરમાં ચલણી નોટોનો વરસાદ થયો હતો. વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની જન આશીર્વાદ યાત્રા પર ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ભાલકના સરપંચ યુનિસખાન પઠાણે મંત્રીને બગીમાં બેસાડી ગામમાં વરઘોડો કાઢ્યો હતો અને ચલણી નોટનો વરસાદ કર્યો હતો. સરપંચે ચલણી નોટોનો વરસાદ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું.
આગળ જુઓ






















