Rajkot Heavy Rain: 5 દિવસના વિરામ બાદ રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ
રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા. રાજકોટ શહેરના ગોંડલ રોડ, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદ વરસતા ગોંડલ ચોકડી, અટીકા ફાટક અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.. તો આનંદ બંગલા ચોક વિસ્તાર, પી.ડી.માલવીયા કોલેજ, સ્વામિનારાયણ ચોક સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.
રાજકોટ શહેરની સાથે લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. લોધીકામાં વરસેલા મુશળધાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા. ખીરસરા, મેટોડા, બાલસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળમગ્ન થયા.. ભારે બફારા બાદ વરસેલા વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી, તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરનાર ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા..





















