Rajkot Accident: મેટોડા પાસે કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લેતાં માતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત; એક પુત્ર ગંભીર
Rajkot Accident: મેટોડા પાસે કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લેતાં માતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત; એક પુત્ર ગંભીર
રાજકોટ મેટોડા જીઆઇડીસીના ગેઇટ નં. 2 નજીક મણી મંદિર પાસે ગતરાત્રીએ કારના ચાલકે બિહારી પરિવારના ત્રણ વ્યક્તિને ઠોકર મારી હતી, બાદમાં ઘટનાસ્થળે જ કાર મુકી ભાગી ગયો હતો. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પરિવારના બે સદસ્ય માતા-પુત્રનું અવસાન થયું હતું. જ્યારે મૃતક મહિલાના બાર વર્ષના ભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માત સર્જી નાસી છૂટનાર કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.





















