Rajkot: ત્રણ દાયકા બાદ રાજકોટના જસદણના સાત ગામડાઓને મળશે એસટી બસ, ગામમાં દિવાળી જેવો માહોલ
Rajkot: ત્રણ દાયકા બાદ રાજકોટના જસદણના સાત ગામડાઓને મળશે એસટી બસ, ગામમાં દિવાળી જેવો માહોલ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સાત ગામડાઓમાં આજથી એસ.ટી બસ શરૂ થશે. ઘણા વર્ષો પછી આ વિસ્તારના વિદ્યાર્થીઓ અને ગામના લોકોને એસટી સેવાનો લાભ મળશે..જસદણ તાલુકાના ગામડાઓમાં એસટી બસથી વંચિત વિદ્યાર્થીઓ અને લોકોનો અહેવાલ abp asmita એ પ્રસારિત કર્યો હતો..Abp asmita ના હું બોલીશ કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનલ ટ્રાફિક કંટ્રોલર અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.. એસ.ટી વિભાગના અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ અને ગામડાના લોકોના હિતના ત્વરિત નિર્ણય કર્યો.. વર્ષો બાદ આ ગામડામાં બસ આવતા Abp asmita એ વિદ્યાર્થીઓને ગામ લોકો સાથે મોં મીઠા કર્યા હતા..બપોરના 12 વાગ્યાથી 1 વાગ્યા ના સમયમાં આ ગામડાઓમાં બસ શરૂ થઈ હતી..





















