Rajkot| રાજકોટ અગ્નિકાંડ વખતે ચુપ નેતાઓનો હવે તમાશો, વશરામ સાગઠિયાની તો કરાઈ ટીંગાટોળી
રાજકોટ અગ્નિકાંડ બાદ મળેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો... અહીંયા TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો.. કોંગ્રેસના સભ્યોએ જનરલ બોર્ડમાં પ્લે કાર્ડ બતાવી વિરોધ કર્યો હતો..
મનપાના જનરલ બોર્ડના અંતમાં શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સભામાં વિરોધ પક્ષના કોર્પોરેટર વશરામ સાગઠીયાને બોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.. વશરામ સાગઠીયાએ ટીઆરપી ગેઇમ ઝોન મુદ્દે શાસકો અને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.. TRP ગેમઝોન અગ્નિકાંડનો મુદ્દો ગુંજે તે પહેલાં જ કોંગ્રેસના 2 કોર્પોરેટરની અટકાયત કરવામાં આવી હતી.. પૂર્વ વિપક્ષ નેતા વસરામ સાગઠિયા અને કોમલ ભારાઈની કરી પોલીસે અટકાયત કરી લીધી હતી..સાશક પક્ષના કોર્પોરેટરોએ ઉભા થઇ વસરામ સાગઠિયાની ટીંગાટોળી કરી બહાર કાઢવા અપીલ કરી હતી...


















