Rajkot News: રાજકોટવાસીઓ બહારનું ખાતા પહેલા ચેતજો, રજવાડી શાકના પાર્સલમાંથી ઈયળ નીકળી
રાજકોટવાસીઓ બહારનું ખાતા પહેલા ચેતજો, ગ્રાહકે મવડી ચોકડી પાસે આવેલી ખોડીયાર ડાઇનિંગ હોલમાંથી પાર્સલ લીધું હતું. આરોગ્ય વિભાગના દાવાઓ વચ્ચે હોટેલમાં ઇયળવાળું શાક પીરસાઇ રહ્યું છે.
છેલ્લા ઘણાં સમયથી ખાણીપીણીની વસ્તુઓમાં જીવ જંતુ જોવા મળ્યા હોય તેવા કેટલાંય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. તેવામાં જમવાની જગ્યાએ જેર પિરસવામાં આવતું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. રાજકોટમાં પણ આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક તરફ રોગચાળો વકર્યો છે અને બીજી તરફ પાર્સલ શાકમાંથી ઇયળ નીકળી હતી. રાજકોટમાં રજવાડી ઊંધિયા શાકના પાર્સલમાં ઈયળ નીકળી હતી. મવડી ચોકડી પાસે આવેલી ખોડીયાર ડાઇનિંગ હોલમાંથી પાર્સલ લીધું હતું. આરોગ્ય વિભાગના દાવાઓ વચ્ચે હોટેલમાં ઇયળવાળું શાક પીરસાઇ રહ્યું છે.


















