(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot TRP Zone Fire | મનપાના પૂર્વ TPO વિરુદ્ધ દાખલ થઈ શકે છે ગુનો... જુઓ વીડિયો
Rajkot TRP Zone Fire | મનપાના પૂર્વ TPO વિરુદ્ધ દાખલ થઈ શકે છે ગુનો... જુઓ વીડિયો
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમા હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર દ્વારા સત્ય શોધક સમિતિની રચના કરવામાં આવી છે આજે સત્ય શોધક કમિટીના આઈએએસ અધિકારીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા,તેમને અલગ અલગ રાજકોટના અધિકારીઓ સાથે ત્રણ કલાક સુધી મીટીંગ કરી હતી.સત્ય શોધક કમિટીના અશ્વિનીકુમારનું નિવેદન આપ્યું હતું.હાઇકોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા 3 સભ્યોની કમિટી બનાવી છે.આઈ.એ.એસ અધિકારીઓ પી.સ્વરૂપ, મનીષા ચંદ્રા, રાજકુમાર બેનીવાલની નિમણુક કરવામાં આવી છે. હાઇકોર્ટના આદેશ અનુસાર કમિટી દ્વારા હાઇકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. કમિટી દ્વારા અગ્નિકાંડ સંદર્ભે પોલીસ કમિશ્નર, મ્યુનિસપિલ કમિશ્નર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, ચીફ ફાયર ઓફિસર સહિતના પાસેથી માહિતી મેળવવામાં આવી છે તો સત્ય શોધક સમિતિ દ્વારા અમુક અધિકારીઓને પૂછપરછ પણ કરવામાં આવી હતી. આજરોજ સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી છે.આગામી 4 જુલાઈ સુધીમાં હાઇકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. ઘટનાને લઈને સત્ય શોધક સમિતિ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કમિટી પર સમગ્ર રાજ્યની નજર છે.