Swaminarayan Sadhu Controversial Statement : જ્ઞાનપ્રકાશ સ્વામીને ઘરે બેસાડી દો, ગિરીશ કોટેચા લાલઘૂમ
Swaminarayan Sadhu Controversial Statement : જ્ઞાનપ્રકાશ સ્વામીને ઘરે બેસાડી દો, ગિરીશ કોટેચા લાલઘૂમ
gyan Prakash Swami over Jalaram Bapa Controversial Statement: છેલ્લા બે દિવસથી રાજ્યમાં વધુ એક ધાર્મિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. સ્વામીનારાયણ સ્વામી જ્ઞાનપ્રકાશના વિવાદિત નિવદનને લઇને રાજ્યભરમાં આક્રોશ ફેલાયો છે. સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીના વિવાદીત નિવેદન બાદ હવે લોહાણા સમાજ લાલઘૂમ થયું છે. લોહાણા સમાજના અગ્રણી ગીરીશ કોટેચાએ આકરા પ્રહારો શરૂ કર્યા છે. ગીરીશ કોટેચાએ વડતાલના રાકેશપ્રસાદ સ્વામીને અનુરોધ કર્યો કે જ્ઞાનપ્રકાશ જેવા સાધુઓને કાઢી મૂકવામાં આવે. આવા સાધુઓને ઘરે બેસાડીને તેની પાસે કચરા - પોતા કરાવવાની જરુર છે. જેથી અન્ય સાચા સંતોને ઠેસ ના પહોંચે. નોંધનીય છે કે જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતાના અજ્ઞાનની વહેંચણી કરતા નિવેદન આપ્યું હતુ કે સંત શ્રી જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીના આશિર્વાદથી સદાવ્રતની શરુઆત કરી હતી.
જૂનાગઢમાં લોહાણા સમાજ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. જલારામ બાપા વિશે સ્વામીનારાયણ સ્વામી દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઇને સમાજના અગ્રણીઓએ માફી માંગવાવી માંગ કરી છે. તાજા અપડેટ પ્રમાણે, લોહાણા સમાજ અગ્રણી ગિરીશ કોટેચાએ કડક શબ્દોમાં સ્વામીના નિવેદનની ટીકા કરી છે, તેમને કહ્યું છે કે, રાકેશપ્રસાદ સ્વામીને મારો અનુરોધ છે કે આવા સાધુને કાઢી મુકવામાં આવે, આ લોકોને ઘરે બેસાડવામાં આવે, આમની પાસે હંજવારી પોતા કરાવો, ખરેખરમાં, સાચા સંતો બીજાને ઠેસ પહોંચે એવુ ના ઇચ્છે.
જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ જ્ઞાન પ્રકાશ સ્વામીને પોતાની ભૂલનું જ્ઞાન થયું છે. સ્વામીએ વીડિયો થકી પણ માફી માગી છે. આ વીડિયોમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે, 'સંત શિરોમણિ જલારામ બાપાને શત શત વંદન.. એક પુસ્તકમાં પ્રસંગ વાંચ્યો હતો તે જ કહી સંભળાવ્યો હતો. પરંતુ, આનાથી કોઈનું દિલ કે લાગણી દુભાણી હોય તો હું સાચા દિલથી માફી માગું છું.'
સ્વામીએ જલારામ બાપા અંગે કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી


















