TRP Game Zone Fire: અગ્નિકાંડના ભયાનક CCTVના દ્રશ્યો આવ્યા સામે, વેલ્ડીંગના એક તણખાએવિનાશ નોતર્યો
ાજકોટ ગેમઝોન અગ્નિકાંડના abp અસ્મિતાને હાથ લાગ્યા એક્સક્યુઝિવ દ્રશ્યો.. સાંજે 5.33 વાગ્યે વેલ્ડિંગના તણખાથી ભભૂકી હતી વિકરાળ આગ
વેલ્ડિંગના તણખાથી લાગેલી આગે બે જ મિનિટમાં ધારણ કર્યુ હતુ વિકરાળ સ્વરૂપ. સીસીટીવી ફુટેજમાં કર્મચારીઓ આગ બુજાવવા દોડધામ કરતા હોવાના દ્રશ્યો થયા CCTVમાં કેદ
રાજકોટના TRP ગેમઝોનના અગ્નિકાંડના એક મહત્વપૂર્ણ સીસીટીવી સામે આવ્યા છે.. આ સીસીટીવી દર્શાવે છે કે આગ કઇ રીતે લાગી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વેલ્ડીંગના તિખારા ઝરતા આ આગ લાગી હતી. તિખારા જે જગ્યાએ પડ્યા ત્યાં ફોર્મની સીટ હતી. ગાદીમાં આગ લાગતા આગ ઝડપથી પ્રસરી ગઇ હતી. અને આ આગ ગણતરીની મિનિટોમાં ભીષણ જ્વાળાઓમાં પલટાઇ ગઇ હતી.


















