(Source: Poll of Polls)
Surat News । સુરતના ડુમસમાં બે હાજર કરોડનું જમીન કૌભાંડ
Surat News । સુરતના ડુમસમાં બે હાજર કરોડનું જમીન કૌભાંડ
Surat News । સુરતના ડુમસમાં બે હાજર કરોડનું જમીન કૌભાંડ, સુરતના ડુમસમાં રૂપિયા બે હજાર કરોડની સરકારી જમીનકાંડ બિલ્ડરના નામે કરી આપનાર IAS આયુષ ઓકને ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા છે. ત્રણ વર્ષમાં સુરેન્દ્રનગર કલેક્ટર રહેલા કે.રાજેશ, આણંદ કલેક્ટર રહેતા ડી.એસ. ગઢવી પછી સુરત કલેક્ટર રહેલા IAS સામે આવી આકરી કાર્યવાહીથી બ્યુરોકેટ્સમાં ફફડાટ પ્રસર્યો છે. સામાન્ય વહિવટ વિભાગ- GAD દ્વારા સોમવારની સાંજે વર્ષ ૨૦૧૧ની બેચના IAS આયુષ ઓકને બરતરફ કરતો આર્ડર પ્રસિદ્ધ કરાયો હતો. ઓર્ડરમાં “આયુષ ઓક એ સુરતમાં કલેક્ટર રહેતા મહેસૂલી જમીન બાબતે જે બેદરકારી દાખવી તેનાથી સરકારની તિજોરીને મોટુ નુકસાન થયું” એમ સ્પષ્ટપણે લખ્યું છે. સામાન્યતઃ “ફરજમાં બેદરકારી” એવા ઉલ્લેખથી થતા સસ્પેન્સનના ઓર્ડરમાં પહેલીવાર આવી નોંધ સાર્વજનિક સ્તરે થઈ છે. GADના ઉપસચિવ જૈમિન શાહની સહીથી પ્રસિદ્ધ સસ્પેન્શન ઓર્ડરમાં કહેવાયું છે કે, આયુષ સંજીવ ઓક એ સુરત કલેક્ટર રહેતા મહેસૂલી કાર્યવાહીમાં રાજ્યની તિજોરીને મોટું નુકસાન પહોંચાડયું છે. આ ગંભીર બેદરકારી સબબ આયુષ ઓકને વલસાડના કલેક્ટર તરીકે હટાવીને ઓલ ઈન્ડિયા સર્વિસિસ (ડિસિપ્લીન એન્ડ અપિલ) રૂલ્સ ૧૯૬૯ના નિયમ ૪ (૧) (A) હેઠળ સસ્પેન્શન હેઠળ પાટણ જિલ્લામાં ખાતે મુકવામાં આવે છે. GADના બીજા એક ઓર્ડર દ્વારા વલસાડ કલેક્ટરનો ચાર્જ તત્કાળ અસરથી નિવાસી અધિક કલેક્ટર-RAC અનસૂયાબહેન ઝાને સંભાળી લેવા માટે કહ્યું છે