Surat News । સુરતમાં સરકારી રેકર્ડમાં છેડછાડ બદલ કરાઈ કાર્યવાહી
Surat News । સુરતમાં સરકારી રેકર્ડમાં છેડછાડ બદલ કરાઈ કાર્યવાહી
Surat News । સુરતમાં સરકારી રેકર્ડમાં છેડછાડ બદલ કરાઈ કાર્યવાહી, સરકારી રેકર્ડમાં છેડછાડ કરનાર DLRના 3 કર્મચારી સામે ગુનો, બારડોલીના એનઆરઆઇએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ કરી, અઠવાલાઇન્સ પોલીસે ફરિયાદ નોધી તપાસ શરૂ કરી, નાનપુરા બહુમાળી બિલ્ડિંગમાં ડીએલઆર કચેરીના લાયસન્સી સર્વેયર સહિત 3 કર્મચારીએ કાંડ કર્યો, જમીનની માપણીશીટ અને સરકારી રેકર્ડમાં છેડછાડ કર્યાનું સામે આવતા મામલો પોલીસમાં પહોંચ્યો, બારડોલીના સાંઇ ક્રિષ્ના રેસીડન્સીમાં રહેતા વૃદ્ધ NRI અમૃત પટેલે ફરિયાદ આપી, અઠવાલાઇન્સ પોલીસે ડીએલઆરના લાયસન્સી સર્વયર એન.સી.પટેલ, હેડ કવાટર આસિટન્ટ બી.યુ.સોલંકી અને સિનીયર સર્વેયર એચ.એસ.પટેલ સામે ગુનો નોંધ્યો, અમેરિકા ખાતે રહેતા અમૃત પટેલની પલસાણા બગુમરા ગામે જમીન છે.આ જમીનમાં રસ્તો ન હોઇ તેમજ સરકારે કોઈ હુકમ કર્યો ન હોવા છતાં ડીએલઆર કચેરીના 3 કર્મચારીઓએ આ જમીનની માપણીશીટ અને ડીએલઆર કચેરીના સરકારી રેકર્ડમાં છેડછાડ કરી હતી. હાલમાં ત્રણેય કર્મચારીઓ નિવૃત થયાની વાત સામે આવી છે. વૃદ્વ એનઆરઆઈએ પલસાણામાં માપણીશીટ કઢાવતા ભોપાળું સામે આવ્યું માપણીશીટ એક તારીખે ત્રણ અલગ અલગ રસ્તાની બનાવાઇ હતી.