Surat Rains | મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સુરત શહેર અને જિલ્લામાં જળબંબાકાર..
મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સુરત શહેર અને જિલ્લામાં જળબંબાકાર. આકાશમાંથી આફત બનીને વરસેલા વરસાદે ડાયમંડ સિટીને ફરી એકવાર ડુબાડી દીધુ. ધોધમાર વરસાદથી સુરત શહેરના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયા. જેના પુરાવા આપે છે ટીવી સ્ક્રિન પર દેખાતા આ આકાશી દ્રશ્યો. ઉધના નવસારી રોડ પર ભરાયેલા વરસાદી પાણીના આ આકાશી દ્રશ્યો જુઓ. ભારે વરસાદથી ભેસ્તાન, ઉધના બસ ડેપો, લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રિઝ જેવા રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થયા.. ભેસ્તાન વિસ્તાર તો જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા. જ્યાં જુઓ ત્યાં ફક્ત અને ફક્ત પાણી પાણી જ જોવા મળી રહ્યું છે.. રોડ-રસ્તા, નીચાણવાળા વિસ્તારો. જ્યાં જુઓ ત્યાં ફક્ત વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું.. વરસાદી પાણી ભરાતા મહાનગરપાલિકાના પાપે રાહદારીઓ અને વાહન ચાલકો હાલાકી ભોગવતા જોવા મળ્યા. .





















