Surat | સાંજ પડતાની સાથે જ શહેરમાં શરૂ થઈ ગયો ધોધમાર વરસાદ, જુઓ દ્રશ્યો વીડિયોમાં
સુરત શહેરમાં સાંજ પડતાની સાથે જ ફરી વરસાદ શરૂ થયો હતો.... ગુજરાતમાં ચોમાસું તો બેસી ગયું છે પરંતુ હજી જોઇએ તેવું સક્રિય નથી થયું. ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. તો બીજી બાજુ આજે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આજે સવારથી સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે....
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આંકડાની વાત કરીએ તો, જુનાગઢના વિસાવદર, વલસાડના ધરમપુર અને કપરાડામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે......તો બીજી બાજુ આજે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આજે સવારથી સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે....