Surat Heavy Rain | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita | Heavy Rain
સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સુરત શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો પાર્લે પોઈન્ટ, અઠવા રોડ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ઉધના લીંબાયત ,વરાછા, સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે.. ભારે વરસાદથી વિઝિબલીટી ઓછી થઈ ગઈ છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે... ભારે વરસાદમાં વાહન ચાલકો લાઈટ ચાલુ કરી વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે. તો સુરત શહેરમાં આજે સવાર થતાં જ વાતાવરણ પલટો આવ્યો કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ શરૂ થયો છે. પાર્લે પોઈન્ટ અઠવા ઘોડદોડ રોડ પાલ અડાજણ ડુમ્મસ, ઉધના, લિંબાયત, વરાછા, સહિતના એવા વિસ્તારો કે જ્યાં ભારે વરસાદ ખાબક્યો જેના કારણે રસ્તા પર પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે..




















