(Source: ECI/ABP News/ABP Majha)
Surat News: ઉનાળુ ડાંગરનું મબલખ ઉત્પાદન, ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ
ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગર પાકમાં મબલખ ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગર ઉત્પાદનમાં અગાવના વર્ષ કરતાં 15 થી 20 ટકાનો વધારો નોંધાતા તાલુકાના વિવધ મંડળીના સેન્ટરો પર 12 લાખ કરતા વધુ ગુણી આવક થતા ઓલપાડ તાલુકાના મંડળીના ગોડાઉન ઉભરાઈ ગયા હતા.
સુરતના ડાંગર પકવનારા ખેડૂતોને તેમના મહેનતનું પરિણામ મળ્યું છે..પ્રથમવાર 8 સહકારી મંડળીઓને 12 લાખ ગુણી ડાંગરની આવક થઇ છે..ઓલપાડ સહિતના તાલુકાઓમાં ઉનાળુ ડાંગરનો મબલખ પાક ઉતર્યો છે...ખેડૂતોનું માનીએ તો એક વીઘે 25 ગુણી ડાંગરનું ઉત્પાદન થયું છે..માત્ર ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓમાં 12 લાખ ગુણીની આવક થઈ છે..ડાંગરનો મબલખ પાક થતાં ખેડૂતોને 180 કરોડની આવક થવાની શક્યતા છે. અગાઉના વર્ષોની સરખામણીમાં સરેરાશ 15 થી 20 ટકા જેટલું ઉત્પાદન વધુ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે..ખેડૂતોને ઉનાળું ડાંગરનું સારું ઉત્પાદન મળતાં ઓલપાડ તાલુકાની સહકારી મંડળીઓનાં ગોડાઉન ડાંગરનાં પાકથી ભરાઈ ગયા છે.