Vadodara Bomb Blast Threat: સિગ્નસ સ્કુલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી | Abp Asmita
Vadodara Bomb Blast Threat: સિગ્નસ સ્કુલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી | Abp Asmita
વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતાં વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.





















