Imran Khan: "મોહસિન નકવી-અસિમ મુનીર પાસે કરાવો ઓપનિંગ": જેલમાં બંધ ઈમરાન ખાનનો વિરોધીઓ પર નિશાન
એશિયા કપમાં ભારતના હાથ બે-બે વાર ધૂળ ચાટ્યા બાદ પાકિસ્તાનની દરેક જગ્યાએ મજાક ઉડી રહી છે. સ્થિતિ એ છે કે, પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન પણ પોતાના દેશની મજાક ઉડાવવામાં જરાય પાછળ નથી. જેલમાં બંધ ઈમરાન ખાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવી અને સેના પ્રમુખ અસીમ મુનિરને ક્રિકેટની ભાષામાં જ ઠેકડી ઉડાવી. વારંવાર હારતી પાકિસ્તાની ટીમને બચાવવા મુનિર અને નકવીને ઓપનિંગમાં ઉતારવાની ઈમરાન ખાને ટીકાત્મક શબ્દોમાં સલાહ આપી. સાથે જ પાકિસ્તાનના ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રાજા અને પૂર્વ મુખ્ય ન્યાયાધિશ કાઝી ફૈઝ ઈસાને ક્રિકેટની મેચમાં એમ્પાયરની ભૂમિેકા ભજવવા પડકાર આપ્યો. આટલુ ઓછું હોય તેમ ઈસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ સરફરાજ ડોગરને ત્રીજા એમ્પાયરની ભૂમિકા ભજવવાનો કટાક્ષ કર્યો. ટુંકમાં ઓપરેશન સિંદૂરથી લઈને ક્રિકેટના મેદાન સુધી વારંવાર ભારતના હાથે હારનાર પાકિસ્તાનની સરકાર અને ક્રિકેટ ટીમને ઈમરાન ખાને શબ્દોથી ક્લિન બોર્ડ કર્યા.





















