(Source: ECI/ABP News/ABP Majha)
ટમેટા, મગફળીની ખેતી કરી કરોડપતિ બન્યો આ પરિવાર
Agriculture News: મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના સિરકંબા ગામના પ્રગતિશીલ ખેડૂત મધુ ધાકડનો પરિવાર સંયુક્ત રીતે ખેતી કરે છે.
Agriculture News: મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના સિરકંબા ગામના પ્રગતિશીલ ખેડૂત મધુ ધાકડનો પરિવાર સંયુક્ત રીતે ખેતી કરે છે. છેલ્લા થોડા વર્ષોથી આ પરિવારે ખેતીની પેટર્ન બદલી છે, જે તેમના માટે ક્રાંતિકારી સાબિત થઈ છે. ઘઉં, ચણા, સોયાબીન જેવા પરંપરાગત પાકોના બદલ આ ખેડૂત પરિવારે આધુનિક ખેતી પસંદ કરી. તેમણે દોઢ સો એકર જમીનમાં ટમેટા, મગફળી, મરચા અને આદુ ઉગાડીને સમૃદ્ધિનો નવો માર્ગ ખોલ્યો. મધ્યપ્રદેશના કૃષિ મંત્રી કમલ પટેલે પણ તેમની સાથે મુલાકાત કરી હતી.
350 મજૂરોને આપે છે રોજગારી
કૃષિ મંત્રી કમલ પટેલે મધુ ધાકડની કુલ 150 એકરમાં ટમેટા, શિમલા મરચા, આદુની ખેતી અંગે જાણકારી મેળવી હતી. પરંપરાગત ખેતીના બદલે તેમણે આધુનિક ખેતી કરીને મબલખ આવક મેળવી હતી. આ ખેડૂત પરિવાર એકર દીઢ આશરે દસ લાખ રૂપિયાનો નફો કરે છે. આ ઉપરાંત વર્ષે 350 ખેત મજૂરોને રોજગારી પણ આપે છે.
રાજ્યના અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ
કૃષિ મંત્રી કમલ પટેલે તેમને ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બનાવીને તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ખેડૂત પરિવાર રાજ્યના અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ છે.
મહારાષ્ટ્ર સરકારના કરિયાણાની દુકાનો પર વાઇન વેચાણના ફેંસલા પર ભડક્યા અન્ના હજારે, કહી આ મોટી વાત
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે સુપર માર્કેટ અને કરિયાણાની દુકાનોમાં દારૂના વેચાણને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. દારૂ વેચાણથી થનારી રેવન્યૂ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે સરકારના આ નિર્ણયને લઈને વિપક્ષ તેમને નિશાન બનાવી રહ્યા છે. હવે સામાજિક કાર્યકર્તા અન્ના હજારે પણ મહારાષ્ટ્ર સરકારને ફેંસલા પર ભડક્યા છે.
અન્ના હજારેએ કહ્યું, મહારાષ્ટ્ર સરકારનો આ ફેંસલો દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોને નશો છોડવા માટે પ્રેરિત કરવા સરકારનું દાયિત્વ છે. પરંતુ હું જાણીને હેરાન છું કે રાજ્ય સરકાર નાણાકીય ફાયદો મેળવવા આવો ફેંસલો લઈ રહી છે. તેનાથી લોકોને દારૂની લત લાગી જશે.
મહારાષ્ટ્ર સરકારે 1000 વર્ગ ફૂટથી વધારે જગ્યા ધરાવતાં સુપર માર્કેટ તથા કરિયાણાની દુકાનોમાં એક અલગ કાઉન્ટર લગાવીને શરાબ વેચવા માટે ગત સપ્તાહે મંજૂરી આપી છે. રાજ્ય સરકારના મંત્રી તથા પ્રવક્તા નવાબ મલિકે કહ્યું, રાજ્યમાં શરાબ ઉત્પાદનના અનેક કારખાના છે. શરાબ ઉત્પાદકોની મદદ કરવા રાજ્ય સરકારે આ ફેસલો કર્યો છે.