શોધખોળ કરો
પદ્માવતઃ ગુજરાત સહિત 4 રાજ્યો વિરુદ્ધ સુપ્રીમમાં કન્ટેમ્પ્ટનો કેસ દાખલ
1/6

પદ્માવત વિવાદ મામલે કોંગ્રેસ સમર્થક તહસીન પૂનાવાલાએ સુપ્રીમ કોર્ટમાં આ ચારેય રાજ્યો વિરુદ્ધ આદેશની અવગણનાની મામલે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે પણ આ અરજી સ્વીકારી લીધી છે અને સોમવારે આ મામલે સુનાવણી થશે. આદેશની અવગણનાની અરજી રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને મધ્ય પ્રદેશ સામે કરવામાં આવી છે.
2/6

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં આજે પદ્માવતને રિલીઝ થવા દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો, પણ કરણી સેનાના વિરોધની વચ્ચે ચાર રાજ્યોમાં રિલીઝ કરાઇ નથી. જેને લઇને હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
Published at : 25 Jan 2018 12:11 PM (IST)
View More























