શોધખોળ કરો

Durga Ashtami 2023: આજે દુર્ગાષ્ટમી પર બની રહ્યા છે બે શુભ યોગ, માતાના આશીર્વાદથી પાર પડશે તમામ કામ

Shardiya Navratri 2023: કેટલાક લોકો આ અષ્ટમીના દિવસે 2 થી 10 વર્ષની વયની નવ કન્યાઓની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ ઉંમર સુધીની છોકરીઓમાં માતા દુર્ગાનો વાસ હોય છે.

Durga Ashtami Shubh Yog: નવરાત્રિના નવ દિવસે દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દુર્ગા અષ્ટમીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જે લોકો 9 દિવસ સુધી વ્રત રાખી શકતા નથી તેઓ તેના પ્રથમ દિવસે અને દુર્ગા અષ્ટમીનું વ્રત રાખે છે. દુર્ગા અષ્ટમીના દિવસે મા દુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ આઠમી નવદુર્ગા છે. કેટલાક લોકો આ અષ્ટમીના દિવસે 2 થી 10 વર્ષની વયની નવ કન્યાઓની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ ઉંમર સુધીની છોકરીઓમાં માતા દુર્ગાનો વાસ હોય છે. આ વખતે દુર્ગા અષ્ટમી 22 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.

દુર્ગા અષ્ટમીના દિવસે બની રહ્યા છે બે શુભ યોગ

22મી ઓક્ટોબરે દુર્ગા અષ્ટમીના દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. દુર્ગા અષ્ટમી પર રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 06.26 થી સાંજે 06.44 સુધી છે. જ્યારે રવિ યોગ સાંજે 06:44 થી બીજા દિવસે સવારે 06:27 સુધી છે.

કોઈપણ કાર્યને પૂર્ણ કરવા માટે રવિ યોગને શ્રેષ્ઠ યોગ માનવામાં આવે છે. રવિ યોગ સૂર્યની ઉર્જાથી ભરપૂર અને અસરકારક માનવામાં આવે છે. આ યોગમાં કરવામાં આવેલ કાર્ય અનિષ્ટના ભયનો નાશ કરે છે અને શુભ ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સર્વાર્થ સિદ્ધિ યોગમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કાર્ય હંમેશા સફળ રહે છે. જો કોઈ વિશેષ કે શુભ સમય ન હોય તો આ યોગોની સાથે શુભ, લાભ કે અમૃત ચોઘડિયાનું અવલોકન કરીને કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. દુર્ગા અષ્ટમી પર આ બે યોગ બનવાથી માતાજીની કૃપા તમારા પર વરસશે અને તમારા દરેક કામ સિદ્ધ થશે.

મહાઅષ્ટમી પર કન્યા પૂજા

મહાષ્ટમીના દિવસે કુન્યા પૂજા પણ કરવામાં આવે છે. આ પ્રસંગે અપરિણીત છોકરી અથવા નાની છોકરીને દેવી દુર્ગાની જેમ શણગારવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. ભારતના ઘણા રાજ્યોમાં નવરાત્રિના નવ દિવસો દરમિયાન કન્યા પૂજા કરવામાં આવે છે. તેને કુમારીકા પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પૂજા માટે 2 થી 10 વર્ષની વયની છોકરીઓને યોગ્ય માનવામાં આવે છે. કન્યા પૂજામાં, આ છોકરીઓ દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સ્વરૂપો આ પ્રમાણે છે - કુમારિકા, ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાનભવી, દુર્ગા, ભદ્રા અથવા સુભદ્રા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

Embed widget