![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shravan 2024: વર્ષો બાદ શ્રાવણ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
આ વર્ષે 22 જૂલાઈ સોમવારથી શ્રાવણ મહિનાની શરુઆત થઈ રહી છે.તેથી પહેલા જ દિવસે પ્રીતિ યોગ, આયુષ્મ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ, શુક્રાદિત્ય, નવપંચમ, ષષ્ઠ યોગનો સમન્વય છે.
![Shravan 2024: વર્ષો બાદ શ્રાવણ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત Shravan 2024 special auspicious yoga made these zodiac sign will shine get financial growth Shravan 2024: વર્ષો બાદ શ્રાવણ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિઓની ચમકશે કિસ્મત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/6aaf60b5068a8eafb5a79112405a13d2169255235250378_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આ વર્ષે 22 જૂલાઈ સોમવારથી શ્રાવણ મહિનાની શરુઆત થઈ રહી છે.તેથી પહેલા જ દિવસે પ્રીતિ યોગ, આયુષ્મ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ, શુક્રાદિત્ય, નવપંચમ, ષષ્ઠ યોગનો સમન્વય છે. સાથે જ શ્રાવણમાં મંગળ-બુધનો સંયોગ પણ બની રહ્યો છે. બીજા સોમવારે ગજકેસરી યોગ રચાશે. આ શ્રાવણ મહિનાની શરુઆત સાથે જ અનેક યોગ બની રહ્યા છે. જેની સીધી અસર અનેક રાશિઓ પર જોવા મળશે. આ યોગ અનેક રાશિઓની કિસ્મત ચમકાવશે.
મંગળ અને બુધનો સંયોગ પણ જ્યોતિષશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. આ સંયોગની અસરથી વ્યક્તિને રાજનીતિ અને લેખનમાં સારી સફળતા મળે છે. આવી સ્થિતિમાં આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સાવન મહિનામાં લાભ મળશે.
કર્ક રાશિવાળા લોકો માટે શ્રાવણ ખૂબ જ શુભ રહેશે. વ્યાવસાયિક જીવનમાં તમને સફળતા મળશે. આવકના સ્ત્રોત વધશે. કમાણી વધશે. વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. કર્ક રાશિવાળા લોકો માટે આ શ્રાવણ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તમને અનેક ફળ મળશે.
કન્યા રાશિના જાતકોને શ્રાવણમાં ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળશે. નોકરીની શોધ પૂર્ણ થશે, નોકરીની સારી તકો ઉપલબ્ધ થશે. પ્રમોશનના ચાન્સ પણ છે. લગ્ન માટે સારો જીવનસાથી મળવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે.
સિંહ રાશિ માટે શ્રાવણ મહિનો ભાગ્યશાળી રહેશે. આ રાશિના લોકોનું ધનસંકટ દૂર થશે. તમારી સારી કમાણી સાથે ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધશે.
મકર રાશિના જાતકોને શ્રાવણમાં થતા દુર્લભ સંયોગો શુભ ફળ પ્રદાન કરશે. ગુરુની નવમી દૃષ્ટિ તમારા માટે પ્રગતિ અને લાભની તકો ઉભી કરી રહી છે. આવક વધી શકે છે. વિવાહિત જીવન સુખમય રહેશે.
કર્ક- કર્ક રાશિના લોકો શ્રાવણ સોમવારના ખાસ અવસર પર કાચા દૂધમાં ખાંડ મિક્ષ કરીને ભગવાન શિવનો અભિષેક કરી શકે છે. આમ કરવાથી વ્યક્તિ માનસિક તણાવમાંથી મુક્તિ મેળવી શકે છે.
કન્યા - કન્યા રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગાજળમાં બિલિપત્રના પાન મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાયને અનુસરીને તમે તમારી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
સિંહઃ - શ્રાવણના સોમવારે આ રાશિના લોકોએ ભગવાન શિવને કેરીનો રસ ચઢાવવો જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરવો જોઈએ. આમ કરવાથી તમે તમારા કરિયરમાં લાભ જોઈ શકો છો.
મકર - મકર રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગાજળમાં કાળા તલ અને બિલિપત્રના પાન મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાયથી શનિની બાધાઓ દૂર થાય છે, જેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)