GSTમાં ઘટાડા બાદ હવે કેટલી છે Maruti Swiftની કિંમત? અહીં જાણો વિગતે
મારુતિ સુઝુકી સ્વિફ્ટની એક્સ-શોરૂમ કિંમત વિશે વાત કરીએ તો તે 6.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે
ભારતમાં GST દરોમાં ફેરફારને કારણે કોમ્પેક્ટ SUV ખરીદનારાઓને રાહત મળી છે. હવે 4 મીટર સુધીની કાર અને 1200cc સુધીના એન્જિનવાળા વાહનો પરનો ટેક્સ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. મારુતિ સ્વિફ્ટની વાત કરીએ તો તેની લંબાઈ 4 મીટરથી ઓછી છે અને તે 1197cc એન્જિનથી સજ્જ છે. આને કારણે આ SUV 18 ટકા GST સ્લેબમાં આવે છે અને હવે તેની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે. ચાલો વિગતો જાણીએ.
મારુતિ સુઝુકી સ્વિફ્ટની એક્સ-શોરૂમ કિંમત વિશે વાત કરીએ તો તે 6.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 9.65 લાખ રૂપિયા સુધી જાય છે. જો આ વાહનની કિંમતમાં 10 ટકા GST ઘટાડવામાં આવે છે તો તમને 71 હજાર રૂપિયાથી 1.06 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળશે.
શું તમને આ કાર લોન પર મળશે?
દિલ્હીમાં મારુતિ સ્વિફ્ટના LXi પેટ્રોલ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત 7 લાખ 31 હજાર રૂપિયા છે. જોકે, દેશના બાકીના શહેરોમાં આ કિંમતમાં ફરક હોઈ શકે છે. જો તમે આ સ્વિફ્ટ મોડેલ લોન પર ખરીદવા માંગતા હોવ તો તમારે એક લાખ રૂપિયાથી ઓછાનું ડાઉન પેમેન્ટ આપવું પડશે. તમે આ કાર માટે બેન્કમાંથી 6.58 લાખ રૂપિયાની લોન મેળવી શકો છો. કાર લોન લેવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમારો ક્રેડિટ સ્કોર સારો હોય.
દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે?
જો બેન્ક મારુતિ સ્વિફ્ટ ખરીદવા માટે કાર લોન પર 9 ટકા વ્યાજ વસૂલ કરે છે અને તમે આ લોન ચાર વર્ષ માટે લો છો તો તમારે દર મહિને બેન્કમાં 16,380 રૂપિયા જમા કરાવવા પડશે. જો તમે મારુતિ સ્વિફ્ટ માટે પાંચ વર્ષ માટે લોન લો છો તો તમારે દર મહિને લગભગ 13,700 રૂપિયાની EMI જમા કરાવવા પડશે. આવી સ્થિતિમાં જો તમારો પગાર 30 હજાર રૂપિયા હોય તો પણ તમે આ કાર ખરીદવાનું વિચારી શકો છો.
ટાટા અને મહિન્દ્રા પછી હવે હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (HMIL) એ પણ જાહેરાત કરી છે કે કંપની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપશે. આ પ્રયાસમાં આગળ વધીને કંપનીએ તેની કારની કિંમતમાં 2.4 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.





















