શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિવાળી પર લોન્ચ થશે આ પાંચ કાર, લેટેસ્ટ ફીચર્સથી હશે સજ્જ, કિંમત પણ તમારા બજેટમાં
આ સીઝનમાં ઓટો ઈન્ડસ્ટ્રીને સારા વેચાણની આશા છે. દિવાળી સુધીમાં દેશમાં આ કાર લોન્ચ થઈ શકે છે. આ તમામ કારનું બજેટ મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવું હશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી ઓટો ઈન્ડસ્ટ્રીઝને થયેલા નુકસાનની ભરપાઈ કંપનીઓ ફેસ્ટિવ સીઝનમાં કરવા ઈચ્છશે. આ સીઝનમાં ઓટો ઈન્ડસ્ટ્રીને સારા વેચાણની આશા છે. દિવાળી સુધીમાં દેશમાં આ કાર લોન્ચ થઈ શકે છે. આ તમામ કારનું બજેટ મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવું હશે.
Hyundai Elite i20
હ્યુન્ડાઈની આ કારે માર્કેટમાં ધૂમ મચાવી હતી અને વેચાણના અનેક રેકોર્ડ બનાવ્યા હતા. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીએ એલાઈટ આઈ20નું ત્રીજું વર્ઝન લોન્ચ કર્યુ હતું. જે લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. કંપની આ મહિને આઈ20નું વધુ એક વર્ઝન લોન્ચ કરશે, જે નવેમ્બરમાં માર્કેટમાં આવશે.
Maruti Suzuki Swift
મારુતિ સુઝુકી સ્વિફ્ટ આ ફેસ્ટિવ સીઝનમાં ફરી ધૂમ મચાવવા આવી રહી છે. જલદી સ્વિફ્ટનું અપડેટ વર્ઝન લોન્ચ થવા જઈ રહ્યું ચે. જાણકારી મુજબ કંપનીએ તેના લુકમાં કંઈ ખાસ બદલાવ નથી કર્યો. પરંતુ તેમા વર્તમાન K12 એન્જિનમાં પાવરટ્રેન જોડીને પાવર વધારવામાં આવી શકે છે. મારુતિ ચાલુ મહિનાના અંતે આ કાર લોન્ચ કરી શકે છે.
BMW 2 Series Gran Coupe
લક્ઝરી કાર મેકિંગ કંપની બીએમડલબ્યુ ભારતમાં એક નવા એન્ટ્રી લેવલ વ્હીકલ લોન્ચ કરવા જઈ રહી છે. નવી બીએમડબલ્યૂ 2 સીરિઝ કંપનીની સૌથી સસ્તી રજૂઆતો પૈકીની એક હશે. 2 સીરિઝ ગ્રીન કૂપ બીએમડબલ્યુ એકસ 1ના સમાન પ્લેટફોર્મનો યૂઝ કરશે. કાર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે. પરંતુ ભારતીય કસ્ટમર માટે માત્ર 2.0 લીટર એન્જિન સાથે ડીઝલ વર્ઝનમાં જ મળશે.
Audi Q2
ઓટો ઈન્ડસ્ટ્રીમાં મંદીના કારણે તમામ લકઝરી કાર મેકર મિડલ ક્લાસના લોકોને ધ્યાનમાં રાખી કાર બનાવવા માંગે છે. ઓડી પ્રથમ વખત લકઝરી સેગમેન્ટમાં મધ્યમ વર્ગના પરિવાર માટે પોતાની કાર લોન્ચ કરવા જઈ રહી છે. ઓડીની આ કાર 2 લાખ રૂપિયામાં પ્રી બુકિંગ કરાવી શકાય છે. ઓડીની આ કાર Quattro ટેક્નોલોજી પર આધારિત હશે.
Tata Altroz Turbo Varient
ટાટા મોટર્સની અલ્ટ્રોઝે તેની કંપનીની અન્ય કારને વેચાણના મામલે પાછળ રાખી દીધી છે. જ્યારે આ કારનું પેટ્રોલ વેરિયંટ માર્કેટમાં આવ્યું હતું ત્યારે થોડો ઓછા પાવરનું લાગતું હતું. જેના કારણે કંપની નવું પેટ્રોલ વેરિયંટ લોન્ચ કરી શકે છે. જેમાં 1109 સીસી રેવોટ્રોન ત્રણ સિલેંડર એન્જિન હશે. જે 5,500 આરપીએમ પર 108 પીએસ પાવર અને 140 એનએમ પીક ટોર્ક જનરેટ કરશે.
બેંકમાંથી સોનાના સિક્કાની ખરીદી કેમ છે નુકસાનનો સોદો ? શા માટે બેંકમાંથી સિક્કા ના ખરીદવા જોઈએ ?
દેશમાં ક્યારે આવશે કોરોનાની રસી ? જાણો સ્વાસ્થ્ય મંત્રીએ શું કર્યો મોટો ખુલાસો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion