શોધખોળ કરો

Auto Expo 2025: CNG બાઇક બાદ હવે દેશનું પહેલું CNG સ્કૂટર, નવું TVS Jupiter CNG લોન્ચ

TVSએ ઓટો એક્સપો 2025માં Jupiterનું CNG વેરિઅન્ટ રજૂ કર્યું, 1 કિલો CNGમાં 84 કિમીની માઈલેજ અને અનેક સ્માર્ટ ફીચર્સથી સજ્જ.

Auto Expo 2025: ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025ની શાનદાર શરૂઆત થઈ છે. આ અવસર પર TVS એ તેનું નવું Jupiter CNG સ્કૂટર રજૂ કર્યું. આ સ્કૂટર ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં નવી ક્રાંતિ લાવશે. અત્યાર સુધી માત્ર CNG બાઈક ઉપલબ્ધ હતી, પરંતુ આ દેશનું પહેલું સ્કૂટર છે જે CNG અને પેટ્રોલ બંને પર ચાલશે.

ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં લોન્ચ

ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં TVSએ તેનું નવું Jupiter CNG સ્કૂટર રજૂ કરીને ધમાકો મચાવ્યો છે. આ સ્કૂટર ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં એક નવી ક્રાંતિ લાવશે. અત્યાર સુધી માત્ર CNG બાઇક ઉપલબ્ધ હતી, પરંતુ હવે CNG સ્કૂટર પણ આવી ગયું છે.

ડિઝાઇન અને કામગીરી

TVS Jupiter CNGની ડિઝાઇન 125 cc પેટ્રોલ મોડેલ જેવી જ છે, પરંતુ CNGને ધ્યાનમાં રાખીને તેમાં કેટલાક ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં 1.4 kg CNG ટાંકી અને 2 લીટરની પેટ્રોલ ટાંકી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર 1 કિલો CNGમાં 84 કિલોમીટરની માઈલેજ આપશે અને એકવાર ટાંકી ભરાઈ જાય તો તે 226 કિલોમીટર સુધી ચાલી શકશે.

જો પાવરટ્રેન વિશે વાત કરીએ તો જ્યુપિટર CNGમાં OBD2B કમ્પ્લાયન્ટ એન્જિન આપવામાં આવ્યું છે. તેમાં 125 cc બાયો-ફ્યુઅલ એન્જિન છે, જે 600 rpm પર 5.3 kW નો પાવર અને 5500 rpm પર 9.4 Nm ટોર્ક આપે છે.

Jupiter CNGની વિશેષતાઓ

Jupiter CNGમાં ઘણા નવા અને સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમ કે:

LED હેડલાઇટ

USB ચાર્જર

સ્ટેન્ડ કટ-ઓફ

બ્લૂટૂથ કનેક્ટિવિટી

આ સ્કૂટરને ખાસ કરીને ઇકો-ફ્રેન્ડલી અને ઇંધણની બચતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

અપેક્ષિત કિંમત:

હાલમાં TVS Jupiter 125 પેટ્રોલ વર્ઝનની કિંમત વેરિઅન્ટ પ્રમાણે રૂ. 88,174થી રૂ. 99,015 વચ્ચે છે. એવું માનવામાં આવે છે કે તેનું નવું CNG વર્ઝન પણ આ જ રેન્જમાં એટલે કે રૂ. 90,000થી રૂ. 99,000 વચ્ચે લોન્ચ કરવામાં આવશે. CNG ટાંકી હોવાને કારણે બૂટ સ્પેસ થોડી ઓછી હોઈ શકે છે.

આ પણ વાંચો...

Salary Hike in 2025: આ વર્ષે તમારા પગારમાં કેટલો વધારો થશે? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

12 રાજ્યો, 230 જિલ્લા, 50 હજાર ગામો... PM મોદી 18 જાન્યુઆરીએ 65 લાખ લોકોને આપશે આ મોટી ભેટ

ટોપ સ્ટોરી

જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
Embed widget