Crime News: સુરતના વરાછા વિસ્તારમાં યુવકની હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ
Crime News: સુરત વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં હત્યા ન બનાવ બન્યો છે. સવાણી રોડ સ્થિત ડાયમંડ પાર્ક સામે ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
Crime News: સુરત વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં હત્યા નો બનાવ બન્યો છે. સવાણી રોડ સ્થિત ડાયમંડ પાર્ક સામે ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મારા ખિસ્સામાંથી રૂપિયા કેમ કાઢ્યાને લઈ મારામારી ઉગ્ર બનતા પથ્થરવડે અને લોખંડનો તવો માથામાં માર્યો હતો.
સુરતના વરાછા વિસ્તારમાં યુવકની હત્યા pic.twitter.com/U93gHeYzu2
— ABP Asmita (@abpasmitatv) October 18, 2023
જે બાદ ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન ઘાયલ યુવકનું મોત નિપજ્યું. મૃતક્કનું નામ મુન્નો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર બનાવના CCTV સામે આવ્યા છે. હુમલો કરનાર ત્રણ પૈકીના બે સાધુ ગણપત પ્રધાન અને સુરેશકુમાર શિવમુરત સરોજ અને અન્ય એક હોવાની આશંકા છે. હાલમાં વરાછા પોલીસે 2 આરોપીની અટકાયત કરી લીધી છે.
સોશિયલ મીડિયા પર કેટલાય લોકો લાઈક અને વ્યૂઝ માટે પોતાનો જીવ દાવ પર લગાવી દેતા હોય છે. ડાયમંડ નગરી સુરતમાં હત્યા કેસમાં સજા કાપી રહેલા કેદીએ પેરોલ પર બહાર આવ્યા બાદ રીલ બનાવી હતી. સુરતની લોજપોર જેલના કેદી મહેશ સાહુએ અંજણી ઈન્ડસ્ટ્રીમાં મર્ડર કર્યુ હતું. હત્યાના આરોપમાં તે જેલમાં બંધ હતો.
રીલથી લોકોમાં ખોફ ઉભો કરવાનો પ્રયાસ
પેરોલ મળ્યા બાદ મહેશ સાહુ જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતાની સાથે જ પ્રથમ રીલ જેલના પાર્કિંગમાં બનાવી હતી. જે બાદ અમરોલી આવાસમાં મહેશે બીજી રીલ બનાવી હતી. રીલ બનાવીને તેણે પોતાનો વટ અને લોકોમાં ખોફ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. કેદી મહેશ મૂળ ઓરિસ્સાનો વતની છે.
હાલમાં એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક રેલવેના પાટા પર ફિલ્મી અંદાજમાં રીલ બનાવવા ગયો અને તેનો એક દોસ્ત રીલ બનાવી રહ્યો હતો. એટલામાં અચાનક ટ્રેન આવી ગઈ અને યુવકને ટ્રેનની ચપેટમાં લઈ લીધો હતો. વાયરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તર પ્રદેશના બારાબંકીનો હોવાનું કહેવાય છે. 14 વર્ષનો ફરમાન પોતાના ત્રણ મિત્રો શોએબ, નાદિર અને સમીર સાથે બારાવફાતના જૂલુસ માટે શાહપુર જઈ રહ્યો હતો. ત્યાં તેના મિત્રો સાથે રેલવે ટ્રેક પર રીલ બનાવવા લાગ્યો. આ દરમ્યાન અચાનક એક ટ્રેન આવી ગઈ અને તેનું મોત થઈ ગયું ફરમાનના પિતા જહાંગીરબાદના ટેરા દોલતપુર ગામમાં મુન્ના સૈલૂન નામની દુકાન ચલાવે છે. ફરમાન 7 સેકન્ડના વીડિયોમાં ચાલતો દેખાય છે અને અચાનક ટ્રેન આવી અને તેના ટુકડા કરી નાખ્યા. પોતાના દોસ્તના મોત બાદ ત્રણેય મિત્રોએ આજુબાજુના લોકોને મદદ માટે બોલાવ્યા. સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી અને લાશને કબ્જામાં લીધી. સાથે મૃતકના પરિવારને આ ઘટનાની જાણકારી આપી.