BHAVNAGAR : હવે ખાનગી શાળાઓ સ્ટેશનરી ખરીદવા વાલીઓ પર નહીં કરી શકે દબાણ
Bhavnagar News : ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળામાંથી જ પુસ્તકો સ્ટેશનરી વગેરે ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે તેમજ ફરજ પાડવામાં આવે છે.
Bhavnagar : ભાવનગર શહેર અને જિલ્લામાં ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને સ્ટેશનરી ચોપડાઓ પુસ્તકો વગેરે શાળામાંથી ખરીદવા માટેની ફરજ પાડવામાં આવતી હતી, જોકે છેલ્લા દસ વર્ષથી સ્ટેશનરીના વેપારીઓ આ અંગે રજૂઆત કરતા હતા. આખરે તંત્ર દ્વારા તેમની વાત સાંભળી અને કોઈપણ શાળા વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાંથી સ્ટેશનરી ખરીદવા ફરજ પાડી નહીં શકે તેવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે
શિક્ષણના ખાનગીકરણ બાદ ખાનગી શાળાઓ તમામ રીતે પોતાની મનમાની ચલાવી રહ્યા છે. હાલ શાળામાં વેકેશન છે પરંતુ વેકેશન ખુલતાની સાથે જ બાળકોના અભ્યાસ શરૂ થતા સ્ટેશનરીની જરૂરિયાત ઊભી થવાની, આવા સંજોગોમાં ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળામાંથી જ પુસ્તકો સ્ટેશનરી વગેરે ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે તેમજ ફરજ પાડવામાં આવે છે.
જોકે આ જ વસ્તુ માર્કેટમાં ખૂબ સસ્તા ભાવે વેચાતી હોય છે પરંતુ નાછૂટકે વાલીઓએ મોંઘી કિંમત ચૂકવી અને શાળામાંથી આ વસ્તુઓ-સ્ટેશનરી ખરીદવી પડે છે. જો કે એક બાજુ વધુ રકમ ચૂકવી વાલીઓને માર પડી રહ્યો તો બીજી બાજુ સ્ટેશનરી સાથે સંકળાયેલા વેપારીઓ નવરાધૂપ થઇ ગયા હતા. જેને લઇને છેલ્લા ઘણા વર્ષોથી સ્ટેશનરીના વેપારીઓ દ્વારા આ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.
જો આખરે 10 વર્ષ બાદ પણ તંત્ર દ્વારા સ્ટેશનરી વેપારી એસોસીએશનની રજૂઆતને ધ્યાને લઇ અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે કોઈપણ શાળા વિદ્યાર્થીઓના વાલીઓને કે વિદ્યાર્થીઓને શાળામાંથી જ ફરજિયાત સ્ટેશનરી ખરીદવા માટે ફરજ પાડી શકશે નહીં, તેમજ આ પરિપત્રનો અમલીકરણ પણ કડક રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે.
જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ પણ ખાનગી શાળાઓમાં આ અંગે તપાસ કરી રહી છે.તંત્રના આ નિર્ણયને લઈને સ્ટેશનરી એસોસિએશનમાં ખુશીની લહેર જોવા મળી હતી તેમજ તેમણે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
Education Loan Information:
Calculate Education Loan EMI