Lok Sabha Election Exit Poll Results 2024: એક્ટિઝ પોલ વચ્ચે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, જાણો ચૂંટણીને લઇને શું કહ્યુ?
Lok Sabha Election 2024 ABP C voter Exit poll: લોકસભા ચૂંટણી રોજ સાતમા તબક્કાના મતદાન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર નિશાન સાધ્યું હતું.
Lok Sabha Election 2024 ABP C voter Exit poll: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) શનિવારે (1 જૂન, 2024) ના રોજ સાતમા તબક્કાના મતદાન સાથે સમાપ્ત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મતદારોએ તેમને નકારી દીધા છે.
India has voted!
— Narendra Modi (@narendramodi) June 1, 2024
A heartfelt thank you to all those who exercised their franchise. Their active participation is the cornerstone of our democracy. Their commitment and dedication ensures that the democratic spirit thrives in our nation.
I would also like to specially…
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું હતું કે અવસરવાદી ગઠબંધન (ઇન્ડિયા ગઠબંધન) મતદારો સાથે તાલમેલ સાધવામાં અસફળ રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન જાતિવાદી, કોમવાદી અને ભ્રષ્ટ છે. આ ગઠબંધન પરિવારને બચાવવા માટે બન્યું હતું. ઇન્ડિયા ગઠબંધન લોકોની સામે રાષ્ટ્રનું વિઝન રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમની નિપુણતા માત્ર પીએમ મોદીની ટીકા કરવામાં છે. લોકોએ આવી રાજનીતિને નકારી કાઢી છે.
I can say with confidence that the people of India have voted in record numbers to reelect the NDA government. They have seen our track record and the manner in which our work has brought about a qualitative change in the lives of the poor, marginalised and downtrodden.
— Narendra Modi (@narendramodi) June 1, 2024
At the…
શું દાવો કરાયો?
પીએમ મોદીએ વધુમાં દાવો કર્યો કે હું વિશ્વાસ સાથે કહું છું કે દેશની જનતાએ એનડીએના પક્ષમાં મતદાન કર્યું છે. લોકોએ અમારો ટ્રેક રેકોર્ડ જોયો અને જાણવા મળ્યું કે અમે ગરીબ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે.
The opportunistic INDI Alliance failed to strike a chord with the voters. They are casteist, communal and corrupt. This alliance, aimed to protect a handful of dynasties, failed to present a futuristic vision for the nation. Through the campaign, they only enhanced their…
— Narendra Modi (@narendramodi) June 1, 2024
મતદારોનો આભાર માનતા તેમણે કહ્યું કે હું એનડીએના દરેક કાર્યકર્તાની પ્રશંસા કરવા માંગુ છું. કાર્યકરોએ કાળઝાળ ગરમી વચ્ચે અમારો વિકાસ એજન્ડા લોકોને સમજાવ્યો હતો અને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. અમારા કાર્યકરો અમારી સૌથી મોટી તાકાત છે.
I would like to applaud each and every NDA Karyakarta. Across the length and breadth of India, often braving intense heat. I compliment them for meticulously explaining our development agenda to the people and motivating them to come out and vote. Our Karyakartas are our greatest…
— Narendra Modi (@narendramodi) June 1, 2024
પીએમ મોદીએ આ વાત એવા સમયે કરી છે જ્યારે લોકસભા ચૂંટણીને લઈને ટીવી પર ચાલી રહેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ માટે લીડનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
I would like to commend the @ECISVEEP for their exemplary efforts in ensuring a smooth and fair electoral process. Their dedication and meticulous planning have been crucial in upholding the integrity of our democracy, allowing citizens across the nation to vote with confidence…
— Narendra Modi (@narendramodi) June 1, 2024
Heartfelt gratitude to our outstanding security forces for their unwavering vigilance during the entire elections. Their efforts have ensured a safe and secure environment, enabling people to take part in the polling process with ease. Their service to the nation is deeply…
— Narendra Modi (@narendramodi) June 1, 2024