શોધખોળ કરો

ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી છે. ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી છે. ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે. ચૂંટણી પંચની જવાબદારી છે કે તમામ કામ સમયસર અને યોગ્ય રીતે થાય છે. પરંતુ તેના અધિકારીઓ થોડા છે અને માત્ર મોટી જવાબદારીઓ સંભાળી શકે છે. આવી સ્થિતિમાં રાજ્ય, જિલ્લાઓ અને દરેક ગામમાં ચૂંટણીની દેખરેખ માટે અન્ય કર્મચારીઓની પસંદગી કરવામાં આવે છે. આ કર્મચારીઓને વિવિધ સરકારી વિભાગોમાંથી લેવામાં આવે છે.

પોલિંગ ટીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર, સેક્ટર અને ઝોનલ ઓફિસર્સ, માઇક્રો ઓબ્ઝર્વરથી લઇને ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાતા વાહનોના ડ્રાઇવરો અને કંડક્ટર સુધીના સંખ્યાબંધ લોકોનો સમાવેશ થાય છે. એકવાર કોઈ વ્યક્તિ ચૂંટણીની ફરજ પર હોય પછી સૂચના વિના ગાયબ થઈ જવું એ ગંભીર બેદરકારીની શ્રેણીમાં આવે છે.

કોની ફરજ છે?

ચૂંટણી પંચ આ કામ માટે તમામને ફરજ સોંપી શકતું નથી. જેઓ કેન્દ્ર કે રાજ્યના કાયમી કર્મચારી હોય તેમને પર જ ડ્યુટી સોંપવામાં આવે છે. જો મોટી સંખ્યામાં જરૂરિયાત હોય તો ડેપ્યુટેશન પરના અધિકારીઓને પણ જવાબદારી મળે છે. શિક્ષકો, ઇજનેરો, કારકુનો, એકાઉન્ટન્ટ્સ, વહીવટી અને સહાયક ટીમો મતદાનની કામગીરી સંભાળવામાં સામેલ છે. સરકારી લેબ અને હોસ્પિટલના કર્મચારીઓ પણ ફરજ પર રહે છે.

કોની ફરજ સોંપી શકાતી નથી?

જે કર્મચારીઓ સરકારી સંસ્થાઓમાં છે પરંતુ કોન્ટ્રાક્ટ પર છે અથવા દૈનિક વેતન મેળવનારા છે તેમને આ જવાબદારી આપવામાં આવતી નથી. સરકારી કર્મચારીઓને જવાબદારી મળે છે કારણ કે તેઓ સરકારના નિયંત્રણમાં છે. લોકસભાની ચૂંટણી સામાન્ય રીતે 45 થી 90 દિવસ સુધી ચાલી શકે છે. આ સમયગાળા માટે આ સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચ માટે પોસ્ટેડ રહે છે. જો પતિ અને પત્ની બંને સરકારી નોકરી કરે છે, તો તેમાંથી કોઈ એક બાળકો અથવા વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવાની ફરજમાંથી મુક્ત થવા વિનંતી કરી શકે છે.

કેટલી સજા થઈ શકે?

જો કોઈ અધિકારી કે કર્મચારી ચૂંટણી માટે તૈનાત થયા પછી નોટિસ આપ્યા વગર ગાયબ થઈ જાય તો તે નોન-કોગ્નિઝેબલ ગુનાની શ્રેણીમાં આવે છે. આવી વ્યક્તિ સામે ચૂંટણી કાયદા (સુધારા) અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જો તે દોષિત સાબિત થાય તો તેને 6 મહિનાની જેલ થઈ શકે છે. જોકે તેમાં જામીનની પણ જોગવાઈ છે.

ચૂંટણીમાં ગેરરીતિને અવકાશ ન રહે તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ કારણ છે કે જો કોઈ અધિકારી તેની ચૂંટણી ફરજમાં રાહત મેળવવા માંગે છે તો તેમણે તેના વરિષ્ઠ અધિકારીઓને કારણ જણાવવું પડશે. મુક્તિ આપવાનો અધિકાર પણ માત્ર જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રહેલો છે. તે માન્યતા તપાસ્યા પછી સંમતિ આપે છે.

આ કારણોસર ડ્યુટી રદ થઈ શકે છે

- જો કોઈએ ડ્યુટી સોંપ્યા અગાઉ વિદેશ પ્રવાસનું આયોજન કર્યું હોય, જેની તારીખ ચૂંટણીની તારીખ સાથે ક્લેશ થતી હોય તો ટ્રાવેલ ટિકિટ અને વિઝા જેવા દસ્તાવેજો આપીને ડ્યુટીમાંથી રજા લઇ શકાય છે.

- જો કોઈ વ્યક્તિ હાર્ટ કે અન્ય કોઈ ગંભીર બીમારીથી પીડિત હોય જેના કારણે ચૂંટણી દરમિયાન સમસ્યા ઊભી થઈ શકે તો પણ છૂટ આપી શકાય છે, પરંતુ શરત એ છે કે તમામ દસ્તાવેજો આપવા પડશે.

- ઘણી વખત એક જ કર્મચારી બે જગ્યાએ ફરજ પર હોય છે. આવી સ્થિતિમાં પણ એક જગ્યાએ ફરજ રદ થઈ શકે છે.

- જો કોઈ કર્મચારી રાજકીય પક્ષ સાથે સક્રિય રીતે સંકળાયેલો હોય તો તેની હાજરી ચૂંટણી પર અસર કરી શકે છે. આવી સ્થિતિમાં તે પોતે ફરજ પરથી હટાવવા માટે અરજી કરી શકે છે.

ફરજ પરના અધિકારીઓ કેવી રીતે આપી શકે છે મતદાન?

ધ હિંદુમાં છપાયેલા અહેવાલ મુજબ ચૂંટણી પંચે મતદાન ફરજ પર રોકાયેલા લોકો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. મતદાન ફરજ પર તૈનાત કર્મચારીઓ બે રીતે પોતાનો મત આપી શકે છે. એક- પોસ્ટલ બેલેટ દ્વારા અને બીજું- ઇલેક્શન ડ્યૂટી સર્ટિફિકેટ(EDC) ની મદદથી. EDC મેળવવા પર તમારે જ્યાં તમારું નામ છે તે મતદાન મથક પર જવું જરૂરી નથી, તેના બદલે તમે તમારા મતવિસ્તારમાં ગમે ત્યાંથી તમારો મત આપી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget