કેટરીના અને વિક્કીએ લગ્ન બાદ કયા સ્ટાર ક્રિકેટરના પાડોશી બનવા રાતોરાત લઇ લીધો કરોડોનો ફ્લેટ, ક્યાં સુધી રહેશે ત્યાં, જાણો વિગતે
રિપોર્ટનુ માનીએ તો એક્ટર કેટરીના કૈફ અને વિક્કી કૌશલ સ્ટાર કપલ એટલે કે ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના પાડોશી બનવાનુ વિચારી રહ્યાં છે.
Vicky-Katrina : અત્યારે બી ટાઉનમાં જો કોઇ ચર્ચા સૌથી વધુ થઇ રહી હોય તો તે છે કેટરીના અને વિક્કી કૌશલના લગ્નની. લગ્નની વાતો વચ્ચે હવે એક મોટી વાત સામે આવી છે. કેટરીના અને વિક્કી કૌશલ લગ્ન બાદ અલગ અને મોટા ઘરમાં સાથે રહેવા જશે. આ કપલે પહેલાથી જ પોતાના ઘરનુ પ્લાનિંગ કરી લીધુ છે.
રિપોર્ટનુ માનીએ તો એક્ટર કેટરીના કૈફ અને વિક્કી કૌશલ સ્ટાર કપલ એટલે કે ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના પાડોશી બનવાનુ વિચારી રહ્યાં છે. બીજા રિપોર્ટનુ માનીએ જે બિલ્ડિંગમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા રહે છે, તે જ બિલ્ડિંગમાં કેટરીના-વિક્કી રહેશે, અને વિક્કીએ અહીં કરોડોનો ફ્લેટ ખરીદી લીધો છે. ખાસ વાત છે કે, મુંબઇની આ આલિશાન બિલ્ડિંગમાં વિરાટ અને અનુષ્કાના 2 ફ્લૉર છે, અને વિક્કી કૌશલે 8મા માળે એક શાનદાર કરોડોનો ફ્લેટ ભાડે લીધો છે. આ એપાર્ટમેન્ટ આગામી 60 મહિનામાં એટલે કે 5 વર્ષ સુધી વિક્કી કૌશલના નામે રહેશે, જેના માટે એક્ટરે કરોડોની કિંમત ચૂકવી છે.
એક રિપોર્ટ પ્રમાણે, આ કપલના લગ્ન ડિસમ્બરમાં રાજસ્થાનમાં રૉયલ વેડિંગની રીતે થશે. સુત્રોનુ માનીએ તો કપલના લગ્ન બિલકુલ પંજાબી સ્ટાઇલમાં થસે, જેમાં પીઢી, મેંહદીના રીતિ રિવાજોને પુરા કરવામાં આવશે, આ ખાસ લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી કેટલાક ખાસ મહેમાનોને જ બોલાવવામાં આવશે. આ લિસ્ટમાં કેટરીના તરફથી સલમાન ખાન અને તેની ફેમિલી સૌથી ઉપર છે. સલમાન ખાનનો પરિવાર કેટરીનાના લગ્નમાં હાજર રહી શકે છે. હાલ લગ્નની તૈયારી પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે. આ બન્નેએ પિન્ક સિટીના સિક્સ સેન્સ કોર્ટ બારવારા, રાજસ્થાનમાં રૉયલ લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો છે.
કેટરીના લગ્ન પહેલા જ બૉલીવુડના આ સ્ટારના ઘરે દુલ્હન બની, વિક્કીની સાથે પુરી કરી લગ્નની પહેલી વિધિ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવાળીના દિવસે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ સિક્રેટ રોકા સેરેમની થઇ છે. એક થા ટાઇગરના ડાયરેક્ટર કબીર ખાનના ઘરે દિવાળીની પાર્ટી દરમિયાન વિક્કી કૌશલ અને કેટરીના કૈફના પરિવારની હાજરીમાં એક્ટર -એક્ટ્રેસનો રોકા થયો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિક્કી અને કેટરીના કૈફની રોકા સેરેમની ખુબ સુંદર હતી, કેટરીનાએ સુંદર લેંઘો પહેરેલો હતો. લાઇટ અને ડેકૉરેશન પણ કમાલનુ કરવામાં આવ્યુ હતુ, દિવાળીના શુભ મુહર્ત હતો એટલે બન્ને પરિવારોએ આ સેરેમની કરવાનો ફેંસલો કર્યો.
ડાયરેક્ટર કબીર ખાન અને તેની પત્ની મિની માથુર, બન્ને કેટરીના માટે પરિવાર જેવા છે. ઉલ્લેખનીય છે કે, કેટરીના કબીર ખાનને પોતાના ધર્મનો ભાઇ માને છે. તેને કેટરીના-વિક્કી કૌશલની રોકા સેરેમની ખુબ જ સુંદર રીતે હૉસ્ટ કરી.