શોધખોળ કરો

Singham Againનું શૂટિંગ શરુ, રોહિત શેટ્ટીની ફિલ્મમાં આ અભિનેતા નિભાવશે વિલનનો રોલ

Film Singham Again:  ફરી એકવાર, દિગ્દર્શક રોહિત શેટ્ટી સિંઘમ ફ્રેન્ચાઈઝીમાં તેમની આગામી ફિલ્મ સિંઘમ અગેઈન ચાહકો માટે લાવી રહ્યા છે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સિંઘમ અગેઇનમાં અજય દેવગન સહિત ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે.

Film Singham Again:  ફરી એકવાર, દિગ્દર્શક રોહિત શેટ્ટી સિંઘમ ફ્રેન્ચાઈઝીમાં તેમની આગામી ફિલ્મ સિંઘમ અગેઈન ચાહકો માટે લાવી રહ્યા છે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સિંઘમ અગેઇનમાં અજય દેવગન સહિત ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે. બોલિવૂડના ખિલાડી એટલે કે અક્ષય કુમારે પણ ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરી છે.

સિંઘમનું શૂટિંગ ફરી શરૂ થયું

હાલમાં જ અજય દેવગન, રોહિત શેટ્ટી, અક્ષય કુમાર અને રણવીર સિંહની સેટ પર પૂજા કરતી વખતેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. આ તસવીરોમાં રણવીર સિંહ, રોહિત શેટ્ટી અને અજય દેવગન હાથ જોડીને પૂજા કરતા જોવા મળે છે. સિંઘમ ફિલ્મ અજય દેવગન વિના અધૂરી લાગે છે, ચાહકો ઉત્સાહિત હતા કે તેઓ આ ફિલ્મનો ભાગ ક્યારે જોવા મળશે. સિંઘમ 3 ની જાહેરાત કરતી વખતે અજય દેવગને પણ ફોટા શેર કર્યા છે.

View this post on Instagram
 
A post shared by Ajay Devgn (@ajaydevgn)

અર્જુન કપૂર વિલનની ભૂમિકામાં જોવા મળશે

આ પોસ્ટ શેર કરતી વખતે અજય દેવગને કેપ્શનમાં લખ્યું - અમે ભારતીય સિનેમાને 12 વર્ષ પહેલા તેનું સૌથી મોટું સિનેમેટિક કોપ યૂનિવર્સ આપ્યું હતું. વર્ષોથી અમને લોકો તરફથી મળતા પ્રેમથી સિંઘમનો પરિવાર વધુ મજબૂત અને મોટો બન્યો છે. હવે ફરી એકવાર અમે સિંઘમ અગેન સાથે અમારી ફ્રેન્ચાઇઝીને આગળ વધારવા માટે તૈયાર છીએ. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં અર્જુન કપૂર વિલનની ભૂમિકામાં જોવા મળશે.

સિંઘમ અગઈનનું શૂટિંગ શરૂ

તો બીજી તરફ, આ ફિલ્મના નિર્દેશક, રોહિત શેટ્ટીએ પણ પૂજા સાથે સિંઘમ અગેઇનની શરૂઆત કરી હતી અને તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર સેટના ઘણા ફોટા પણ શેર કર્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'સિંઘમ', 'સિંઘમ રિટર્ન્સ', 'સિમ્બા', 'સૂર્યવંશી' 12 વર્ષ પહેલા જ્યારે અમે સિંઘમ બનાવ્યું ત્યારે અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે કોપ યુનિવર્સમાં ફેરવાઈ જશે. આજે, અમે  સિંઘમ અગઈનનું શૂટિંગ શરૂ કરીએ છીએ. તમને જણાવી દઈએ કે અજય દેવગનની સિંઘમને દર્શકો તરફથી ખુબ પ્રેમ મળ્યો હતો.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Embed widget