શોધખોળ કરો
અભિનેત્રી માલવી મલ્હોત્રા પર ઘાતક હુમલો, ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલમાં કરાવાઇ ભરતી
આ મામલાને લઇને મુંબઇના વર્સોવા પોલીસે ફરિયાદ નોંધી છે, અને અત્યારે સારવાર બાદ અભિનેત્રીની હાલત બરાબર બતાવવામાં આવી રહી છે
![અભિનેત્રી માલવી મલ્હોત્રા પર ઘાતક હુમલો, ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલમાં કરાવાઇ ભરતી Actress malvi malhotra serious attack by goons અભિનેત્રી માલવી મલ્હોત્રા પર ઘાતક હુમલો, ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલમાં કરાવાઇ ભરતી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/27183232/Malvi-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ કેટલીય હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી માલવી મલ્હોત્રા પર જીવલેણ હુમલો થયો છે. હુમલા બાદ માલવી મલ્હોત્રાને કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી છે. ગઇરાત્રે માલવી મલ્હોત્રા પર તેના એક જુના મિત્રએ જ ઘાતક હુમલો કરતા ચાકૂથી શરીર પર ત્રણ ઘા કર્યા હતા.
આ મામલાને લઇને મુંબઇના વર્સોવા પોલીસે ફરિયાદ નોંધી છે, અને અત્યારે સારવાર બાદ અભિનેત્રીની હાલત બરાબર બતાવવામાં આવી રહી છે.
માલવી મલ્હોત્રા તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આની સાથે હિન્દી ફિલ્મોમાં પણ તેને કામ કર્યુ છે. તેને કલર ટીવી પર ઉડાન શૉમાં પણ કામ કર્યુ છે. માલવી મલ્હોત્રા સીપીએસ સ્કૂલ મંડીની વિદ્યાર્થી રહી ચૂકી છે. આની સાથે તેને છ મહિના એક્ટિંગ કોર્સ મુંબઇમાંથી કર્યો છે. માલવી મલ્હોત્રાને કવિતાઓ લખવાનો શોખ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)