શોધખોળ કરો
ગણપતીની તસવીર પૉસ્ટ કરતાં જ આ અભિનેત્રીઓને કટ્ટરપંથીઓએ કરી ટ્રૉલ, ધર્મ પર ઉઠાવ્યા સવાલો
તાજેતરમાંજ અભિનેત્રી સારા અલી ખાને પોતાના ઘરેમાં ગણેશોત્સવ દરમિયાન ગણપતિ પૂજનની તસવીર શેર કરી હતી, આ તસવીર શેર કરવાની સાથે જ કેટલાક કટ્ટરપંથીઓએ સારાને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ, અને ધર્મ પર સવાલો ઉઠાવ્યા હતા

મુંબઇઃ આજકાલ ગણેશોત્સવને લઇને ફિલ્મ અભિનેતા અને અભિનેત્રીઓ ઉત્સાહિત છે. કેટલાકના ઘરે ભગવાન ગણેશજીની પધરામણી કરવામાં આવી છે. કેટલાક સેલિબ્રિટીઓ પોતાની ખુશીને વ્યક્ત કરવા સોશ્યલ મીડિયા પર પોતાના ઘરના ગણેશ અને તેના પૂજનની તસવીરો શેર કરી રહ્યાં છે, ત્યારે એક્ટ્રેસ સારા અલી ખાને પણ આવી એક તસવીર શેર કરી, પરંતુ સારાને આવુ કરવા મામલે કટ્ટરપંથીઓનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાંજ અભિનેત્રી સારા અલી ખાને પોતાના ઘરેમાં ગણેશોત્સવ દરમિયાન ગણપતિ પૂજનની તસવીર શેર કરી હતી, આ તસવીર શેર કરવાની સાથે જ કેટલાક કટ્ટરપંથીઓએ સારાને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ, અને ધર્મ પર સવાલો ઉઠાવ્યા હતા. બૉલીવુડ સ્ટાર સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી સારા હંમેશા પોતાના પરિવારની સાથે તમામ ધર્મોના તહેવારો પુરજોશમાં ઉત્સાહથી ઉજવે છે, પરંતુ હાલની પૉસ્ટના કેટલાક કટ્ટરપંથીઓને ગમી નહીં.
સારાએ ગુરુવારે 27 ઓગસ્ટે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર બે તસવતી પૉસ્ટ કરી હતી, ગુલાબી રંગના ડ્રેસમાં સારા ભગવાન ગણેશની મૂર્તિની સામે હાથ જોડીને ઉભેલી છે. આની સાથે જે તેને લખ્યું- ગણપતિ બપ્પા મોરયા.... દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્રામાં આજકાલ ગણેશોત્સવ પુરજોશમાં મનાવવામાં આવે છે, કેટલાક ફિલ્મ સ્ટાર્સ પોતાના ઘરે ગણેશજીને સ્થાપના કરીને ગણેશોત્સવ મનાવે છે, અને બાદમાં તેને વિસર્જિત પણ કરે છે. આ પ્રસંગે પોતાની મા અમૃતા સિંહની સાથે સારા અલી ખાને પણ પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના કરી છે, ત્યાંની એક તસવીર હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
સારાએ ગુરુવારે 27 ઓગસ્ટે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર બે તસવતી પૉસ્ટ કરી હતી, ગુલાબી રંગના ડ્રેસમાં સારા ભગવાન ગણેશની મૂર્તિની સામે હાથ જોડીને ઉભેલી છે. આની સાથે જે તેને લખ્યું- ગણપતિ બપ્પા મોરયા.... દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્રામાં આજકાલ ગણેશોત્સવ પુરજોશમાં મનાવવામાં આવે છે, કેટલાક ફિલ્મ સ્ટાર્સ પોતાના ઘરે ગણેશજીને સ્થાપના કરીને ગણેશોત્સવ મનાવે છે, અને બાદમાં તેને વિસર્જિત પણ કરે છે. આ પ્રસંગે પોતાની મા અમૃતા સિંહની સાથે સારા અલી ખાને પણ પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના કરી છે, ત્યાંની એક તસવીર હાલ ચર્ચાનો વિષય બન્યો છે. વધુ વાંચો





















