શોધખોળ કરો
Advertisement
રામ મંદિર પર અક્ષય કુમારે કરેલુ ટ્વીટ થયુ વાયરલ, બોલ્યો- આ વર્ષે બહુ......
અક્ષય કુમારે ટ્વીટ કરીને આને ઐતિહાસિક દિવસ ગણાવ્યો. તેને લખ્યું- આ વર્ષે દિવાળી બહુજ જલ્દી આવી ગઇ. ઐતિહાસિક દિવસ છે. જય સિયા રામ. અક્ષયે ટાઇમ્સ સ્ક્વેર પર લાગેલી મોટી ડિજીટલ તસવીર વાળી એક ખબરને પણ શેર કરી હતી
મુંબઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી ઓગસ્ટ 2020એ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ઇંટ મુકી દીધી, ભૂમિ પૂજન બાદ તેને 40 કિલોગ્રાની ચાંદીની ઇંટથી પાયો નાંખ્યો હતો. આ ઔપચારિક ભૂમિ પૂજન બાદ બહુજ જલ્દી અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઇ જશે. આ પ્રસંગે તમામ નેતાઓની સાથે સાથે કલાકારોએ પણ પ્રતિક્રિયાઓ આપી હતી. આમાં અભિનેતા અક્ષય કુમારની પ્રતિક્રિયા હાલ ખુબ વાયરલ થઇ રહી છે.
અક્ષય કુમારે ટ્વીટ કરીને આને ઐતિહાસિક દિવસ ગણાવ્યો. તેને લખ્યું- આ વર્ષે દિવાળી બહુજ જલ્દી આવી ગઇ. ઐતિહાસિક દિવસ છે. જય સિયા રામ. અક્ષયે ટાઇમ્સ સ્ક્વેર પર લાગેલી મોટી ડિજીટલ તસવીર વાળી એક ખબરને પણ શેર કરી હતી.
અક્ષયે આ ટ્વીટ પાંચમી ઓગસ્ટે મોડી રાત્રે કર્યુ હતુ. અક્ષયનું ટ્વીટ આ સોશ્યલ મીડિયામાં હાલ ખુબ વાયરલ થઇ રહ્યુ છે. આ ટ્વીટ પર અક્ષયના ફેન્સ અને રામ ભક્તો જબરદસ્ત પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાય લોકો આને લઇને ખુશ થયા છે, તો કેટલાકે સ્ટાર્સને નિશાને લીધો છે.
ખાસ વાત છે કે, રામ જન્મભૂમિમાં રામ મંદિર નિર્માણ માટે કરવામાં આવેલા ભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં સૌથી પહેલા 'સિયાવર રામચંદ્ર કી જય'નો નારો લગાવ્યો, અને પછી પોતાનુ ભાષણ શરૂ કર્યુ હતુ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ટેકનોલોજી
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion